Jivan anjali thajo maru lyrics in Gujarati
Jivan anjali thajo maru lyrics in Gujarati
Jivan anjali thajo maru Gujarati prathana (Pray) lyrics and pdf download.
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો તરસ્યાંનું જળ થાજો ;
દીનદુ : ખિયાનાં આંસુ લો'તાં અંતર કદી ન ધરાજો ! .....મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો ;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો .....મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો ;
હૈયાનાં પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો ! ........મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો ;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો .......મારું જીવન અંજલિ થાજો !
વાર્તાલાપમાં જોડાઓ