ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના lyrics
dholida dhol dhimo vagad ma lyrics in gujarati
Video source : Soor Mandir (YouTube Channel)
ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here
dholida dhol dhimo vagad ma garba Gujarati Lyrics
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના lyrics | dholida dhol dhimo vagad ma lyrics
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....ચમકતી ચાલ અને ઘૂઘરી
ઘમકાર
હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ
ગરબે ઘૂમતા માને કોઈથી પહોંચાય ના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ
નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણીમાં રૂપ માનું માય ના, તેજ માનું માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
Tags:
Gujarati_Song