Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


gujarati suvichar

સુવિચાર નવા ગુજરાતી

gujarati suvichar

સુવિચાર એટલે - સારા વિચાર

કેમ છો વાહલા મિત્રો  ! ... જો તમે ગુજરાતી સુવિચાર શોધી રહ્યા છો ? તો તમે ખરેખર યોગ્ય પેજ પર આવ્યા છો. અહી અમે તમને સુવિચારોનો ખજાનો આપી રહ્યા છીએ જે તમે કોપી અને શેર પણ કરી શકશો.

gujarati suvichar - સુવિચાર નવા ગુજરાતી


અહી સુવિચારો દસ-દસનાં ગ્રુપમાં આપેલ છે જે સુવિચાર નાના - ટૂંકા અને પ્રેરણાત્મક છે. જેમાં નીચે મુજબ દરેક વિષય આવરી લેવામાં આવેલ છે.

ટૂંકા સુવિચાર | નાના સુવિચાર ગુજરાતી | જ્ઞાન સુવિચાર | જીવન ગુજરાતી સુવિચાર | ગુજરાતી સુવિચાર શાળા માટે | ગુજરાતી સુવિચાર અર્થ સાથે | suvichar gujarati | suvichar in gujarati | best suvichar in gujarati |  gujarati suvichar for students | good morning suvichar in gujarati | life suvichar gujarati |  latest suvichar gujarati | gujarati suvichar on life | suvakya gujarati | gujarati suvakya |  Best suvichar in Gujarati | gujarati suvichar | suvichar gujarati | suvichar in gujarati | best suvichar in gujarati | gujarati suvichar for students |  good morning suvichar in gujarati | life suvichar gujarati | latest suvichar gujarati | sambandh suvichar gujarati | suvakya gujarati | gujrati suvichar on life | gujarati suvakya

suvichar in gujarati

 • જીવનમાં જે ચૂકી ગયા હોઈએ તે આપવા માટે ભગવાન જે મોકલે તેનું નામ તક. 
 • સફળતા ગુમાવી દેવાનું નિશ્ચિત કારણ કોઈ હોય તો તે છે તક ગુમાવી દેવી.
 • તર્ક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને તક ઝડપી લે તે બુદ્ધિશાળી.
 • દરેક સમસ્યાની પેલે પાર કોઈ તક રાહ જોઈને ઊભી જ હોય છે.
 • દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
 • હાસ્ય અને આંસુ સાથે આવે એ ક્ષણ સૌથી ઉત્તમ હોય છે.
 • ક્રોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.
 • જે આપણે "નથી' તે "છીએ" એમ દેખાડવાનો દેખાવ કરવો તે દુઃખી થવાનો માર્ગ છે.
 • પ્રગતિ માટે પરિવર્તન જરૂરી છે.
 • જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.

best suvichar in gujarati

 • જરૂરિયાત વિશે લાંબો વિચાર કરશો તો મોટાભાગની જરૂરિયાત જરૂરી નહિ લાગે.
 • આયોજનનો અભાવ એ "નિષ્ફળતા' નું આયોજન છે.
 • જયારે દ્વિધામાં હો ત્યારે સત્ય બોલો.
 • જેને પોતાનામાં વિશ્વાસ છે તે જ બીજાઓનો વિશ્વસનીય બની શકે છે.
 • જે એકલો પ્રવાસ કરે છે તેની ઝડપ સૌથી વધારે હોય છે.
 • કજિયો એ દુર્બળનું હથિયાર છે.
 • બીજાનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ અનુભવાય તેનું નામ 'કરૂણા''.
 • ક્રોધ ક્ષણજીવી હોય છે, પણ તે જે નુકશાન કરે છે તે ચિરંજીવી હોય છે.
 • આળસુ માણસ હંમેશા દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ બને છે.
 • જયારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો હંમેશા વિચાર કરો.

latest suvichar gujarati

 • ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.
 • ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
 • આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ હોય છે.
 • ચિંતાથી રૂપ,બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
 • બીજાની આંખમાંથી વહેતા આંસુ લૂછવાનો પ્રયત્ન કરવો એ જ ખરી કીર્તિ છે.
 • ક્ષમા અસમર્થ માનવીનું લક્ષણ અને સમર્થ માનવીનું આભૂષણ છે.
 • સત્કર્મનો ભાવ નાનામાં નાના કાર્યને પણ ઉમદા બનાવી દે છે. 
 • ગુણ અને જ્ઞાનનો સદુપયોગ આત્મવિકાસમાં પરિણમે છે.
 • દરેક માટે દયાળું બનો, પરંતુ પોતાનાં માટે કઠોર રહો.
 • વિશ્વનાં નિર્માણમાં જે સ્થાન જળનું છે,તેવું સ્થાન જીવનમાં મૈત્રીનું છે.

સુવિચાર ગુજરાતી

 • સમાજમાં રહેતા દાનવ ત્યારે જ મરી શકે,જયારે માનવ ખરા અર્થમાં માનવ બને.
 • નિષ્ફળતા મળે કે પાછા પડો ત્યારે પણ ઊંચા વિચારો કરો.
 • તમે જીવનમાં સદગુણો અપનાવશો તો એ જ સદગુણો તમારી ૨ક્ષા કરશે.
 • પવિત્ર વિચારોનું સદા મનન કરો અને હલકા સંસ્કારોને દૂર કરવા.
 • મુહૂર્ત નહિ,પણ મહેનત પર ભાર મૂકો.
 • શકિતનો ગર્વ નહિ યોગ્ય ઉપયોગ કરો.
 • સદ્ગૃહસ્થ તરીકે જન્મવું તે અકસ્માત છે,જયારે સગૃહસ્થ તરીકે મરવું તે એક સિદ્ધિ છે.
 • સારા સમયમાં મિત્રો આપણને ઓળખે અને નબળા સમયમાં મિત્રોને આપણે ઓળખતા થઈએ છીએ.
 • બધા મનુષ્યો વિરલા બની શકતા નથી, પરંતુ સજ્જન તો હર કોઈ બની શકે છે.
 • પડવામાં નાનપ નથી,પણ પડયા રહેવામાં નાનપ છે.

સુવિચાર નવા

 • સુખ એટલે હાથવગા હોય એટલા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા.
 • ચિંતાજનક બનેલી ઘટનાને જે ભૂલી જાય છે તેની યાદશકિત ઉત્તમ કહેવાય.
 • જે તક ગુમાવે છે તે સફળતાને પણ ગુમાવે છે.
 • બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.
 • આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.
 • સંકટ સમયે હિંમત ધારણ કરી લેવી એ અડધી લડાઈ જીતી લીધા બરાબર છે.
 • સાચુ ન લાગે તેવું સત્ય બોલતા તેના પરિણામનો સો વાર વિચાર કરી લેવો જોઈએ.
 • માન પામે તે નહિ, પણ માન પચાવી જાણે તે મહાત્મા છે.
 • આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.
 • પ્રાયશ્ચિત કરનારો એ સાબિત કરે છે કે,હજી તેનામાં માણસાઈ છે.

ટૂંકા સુવિચાર

 • તકની ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે.
 • માત્ર નસીબને ભરોસે બેસી રહેવાથી તકને કયારેય ઓળખી ના શકાય.
 • જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
 • દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશકય જ લાગતા હોય છે.
 • સ્નેહપૂર્વક અપાએલ નાનામાં નાનુ દાન પણ મોટુ છે.
 • ખરેખર ભવિષ્ય હોતું જ નથી,માત્ર નિર્માણ કરવાનું હોય છે.
 • કાર્ય નાનું હોય કે મોટુ,તેની અસર સકારાત્મક હોવી જોઈએ.
 • જીવનમાં કરકસર કરો, લોભ નહિ.
 • અસત્ય વિજયી નિવડે તો પણ તે અલ્પજીવી હોય છે.
 • આંખમાં અમી તો દુનિયા ગમી,જીભમાં અમી તો દુનિયા નમી.

જ્ઞાન સુવિચાર

 • આદતને જો રોકવામાં ન આવે તો તે ટેવ બની જાય છે.
 • જેની કિર્તી નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ બની જાય છે.
 • સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.
 • સંતોષ જ આનંદનું મુળ છે.
 • સમય આપણને શાણા બનાવે તે પહેલા જ સમયસર શાણા બની જવું જોઈએ. 
 • ખરાબ વર્તનનો વિરોઘ વેરથી નહિ પરંતુ સારા વર્તનથી જરૂર કરવો જોઈએ.
 • શ્રમ વિના મેળવેલ સંપત્તિ સામાજિક પાપ છે.
 • વ્યકિતનાં શીલથી તેના જીવનની શૈલી બને છે.
 • સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.
 • મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે હોય છે.

જીવન સુવિચાર

 • જેની કલ્પના ઊંચી હોય તે કયારેય નીચી જિંદગી જીવી જ ના શકે.
 • નામ અને ઓળખાણ ભલે નાની હોય,પણ આપણી પોતાની હોવી જોઈએ.
 • નિષ્ઠાપૂર્વક કામ કરો,નામ તમારી પાછળ દોડતું આવશે.
 • સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.
 • પોતાનાં પુરૂષાર્થ દ્વારા જે સત્ય શોધવામાં આવે તેને સાક્ષાત્કાર કહે છે.
 • જે ભૂતકાળમાંથી નથી શીખતો,તેને ભવિષ્ય સજા કરે છે.
 • આપણું જીવન અંતે તો અનેક લોકોની ભલાઈ અને ઉપકારનો સરવાળો છે.
 •  આપણને જે ગમે તે કરવા કરતા જે કરીએ એ ગમાડવું તે મોટી સિદ્ધિ છે.

2 Comments

 1. I want to Bussiness Deal With Your website


  Hello Sir/Medam

  We would like to do bussiness deal with your website...

  ReplyDelete
Previous Post Next Post