🎉 ખુશખબર! ગુજરાતી બોધ વાર્તાઓની PDF બુક હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો

pruthvi tano pindo karyo lyrics

pruthvi tano pindo karyo lyrics , પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે ? , કવી કાગ , kavi Kag bapu

pruthvi tano pindo karyo lyrics


પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાથી હશે ? - કવિ કાગ બાપુની આ એક અદ્ભુત કલ્પના બહારની રચના છે. જેમાં પૃથ્વી, આકાશ, વાદળ, પવન વગેરે ના સર્જક એટલે આ પ્રકૃતીનો રચનાર કુંભાર વિશે કલ્પના કરતી આ કવિતા છે.


પૃથ્વી તણો પિંડો કર્યો Lyrics


પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે ?

આકાશના ઘડનારનાં ઘરને ઘડ્યા કોણે હશે?.
અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે ?

કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે.?
વિણ આંચળે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે .?

છેતરે નહીં છેતરાઈનાં અબજોનો આડતીઓ દીસે
સૌના હિસાબો ચૂકવે એ શેઠીયો કેવો હશે ?

જગ ચોર બુટા ભર્યા.. ક્યારે કિનારી છાપ શે.?
એને ઘેર બીબા કહો કેટલા હશે.?એ રંગરેજ બેઠો ક્યાં હશે ?.

કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે?..
પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લહેરી હશે ?

એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી
બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી ગઈ.......

- કવી કાગ