Dakor na thakor lyrics in gujarati

ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ પ્રખ્યાત ગુજરાતી ગીત lyrics અને pdf મેળવો. Dakor Na Thakor Gujarati bhajan song lyrics and PDF download

ડાકોર ના ઠાકોર lyrics

   ડાકોર નામ પડતાની સાથે ભક્ત બોડાણા યાદ આવે છે. ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાન રણછોડરાય દ્વારકાથી ડાકોર આવ્યા હતાં. આ ડાકોર રણછોડરાયના દર્શન માટે અલગ-અલગ આરતી-ભોગ સમયેે મંદિરના દ્વાર ખુલે છે. ભક્તો દર્શન માટે મંદિરના દ્વાર પર રાહ જોવે અને આ આરતી સમયે પ્રભુના દર્શન કરે છે.

Dakor na thakor lyrics in gujarati


ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ lyrics । Dakor na thakor lyrics in gujarati


ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ

હે તું તો રાધિકા નો હે તું તો રાધિકા નો
હે તું તો રાધિકા નો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ
એ તું તો રાધિકા નો ચિત્તચોર
તારા બંધ દરવાજા ખોલ

એ જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર
જય રણછોડ માખણ ચોર
તારો ગલીએ ગલીએ શોર...

દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
અરે અરે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ...

હે તારા દ્રારે વાલા આવું હું તો આવું
ઓ શામળીયા ધોળી ધ્વજા લહેરાવું

હો તારા રંગે હું રંગાવું હો રંગાવું
ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું

એ અકળાયો મૂંઝાણો હું આવ્યો તારે મોર
અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે મોર
હે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર
એ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ
હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ...

હું જેવો છું એવો તારો હું તારો
ઓ રણછોડરાય હાથ પકડજો મારો
હે જીવનભર હું નહિ જાવું નહિ જાવું
ઓ શામળિયા એક ભરોસો તારો

હે આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર
એ આપી દે વાલીડા તું તો દર્શન એક જ વાર
દુનિયાનો નો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર
હે દુનિયાનો દાતાર બની
તું કેમ બન્યો છે કઠોર...

ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
હો હો ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા
ખોલ ખોલ ખોલ....

હે ડાકોર ના ઠાકોર | ઓ ડાકોર ના ઠાકોર lyrics

o dakor na thakor lyrics pdf download

હે ડાકોર ના ઠાકોર ગીત pdf ડાઉનલોડ માટે નિચે આપેલ લિંક પર ક્લિક કરો.

O dakor na thakor lyrics in gujarati pdf : Download