Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


vishwambhari stuti lyrics in Gujarati

vishwambhari stuti lyrics in Gujarati


વિશ્વંભરી સ્તુતિ lyrics gujarati


Ambe stuti - vishvambhari akhil vishwa tani janeta song Gujarati lyrics pdf we are provide so that user can be read easily any time any place.

vishwambhari stuti lyrics in Gujarati


ગુજરાતી ગરબા lyrics : Click Here
  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

    માં અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા જેના અજ્ઞાત સર્જક છે. આ સ્તુતિ હિંદુ સંસ્કૃતિ ધર્મમાં ખુબ જ જાણીતી છે જે માં અંબે માં ની આરાધના કરે છે. જેના શબ્દો નીચે મુજબ છે.

    vishwambhari stuti lyrics in gujarati

    વિશ્વંભરી | વિશ્વંભરી ની સ્તુતિ pdf | વિશ્વંભરી આરતી | વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા | અંબેમાની સ્તુતિ

    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા lyrics


    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
    વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા

    દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો,
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    ભુલો પડી ભવરણે ભટકુ ભવાની,
    સુઝે નહી લગિર કોઈ દિશા જવાની.

    ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
    મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    આ રંકને ઉગરવા નથી કોઈ આરો,
    જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો.

    ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો,
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં,
    આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મારૂં.

    કોને કહું કઠણ યોગ તણો બળાપો,
    મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
    આડંબરે આતી ઘણો મદથી બકેલો.

    દોષો થકી દુષિત ના કરી માફ પાપો,
    મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું,
    ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું.

    શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
    મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો.

    રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી,
    આ જિંદગી થઈ મને અતિશય અકારી.

    દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,
    મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો.

    ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો,
    બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો.

    શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
    ખોટો ખરો ભગવતિ પણ હું તમારો.

    જાડયાંધકાર કરી દુર સદ્બુદ્ધિ આપો,
    મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
    તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે.

    વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું,
    રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું.

    સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો,
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.

    અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
    ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની.

    સંસારના સકળ રોગે સમૂળ કાપો,
    હે માતા કે શવ કહે તવ ભક્તિ આપો.
    મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો........

    વિશ્વંભરી સ્તુતિ pdf


    vishwambhari stuti lyrics in gujarati pdf free download : click Here

    Post a Comment

    Previous Post Next Post