Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


yamuna jal ma kesar gholi lyrics

યમુના જળમાં કેસર ઘોળી lyrics


yamuna jal ma kesar gholi lyrics in gujarati


યમુના જળમાં કેસર ઘોળી / જમના જળમાં કેસર ઘોળી : ભગવાન કૃષ્ણ ને મધ્યમાં રાખી બનેલ આ ધૂન-કીર્તન નાં શબ્દો નીચે મુજબ છે.


  ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

યમુના જળમાં કેસર ઘોળી lyrics


યમુના જળમાં કેસર ઘોળી , સ્નાન કરાવું શામળા.
હલકે હાથે અંગો ચોળી , લાડ લડાવું શામળા. યમુના જળમાં.....

વસ્ત્રે અંગો લૂછી આપું , પીળું પીતાંબર પ્યારમાં.
તેલ સુગંધી નાખી આપું , વાંકડિયા તુજ વાળમાં. યમુના જળમાં.....

કુમકુમ કેસર તિલક લગાવું , ત્રિકમ તારા ભાલમાં.
અલબેલી આંખોમાં આંજુ , અંજન મારા વા'લમા. યમુના જળમાં.....

હસતી જાઉં વાતે વાતે , નાચી ઊઠું તાલમાં.
નજર ન લાગે શ્યામસુંદરને , ટપકાં કરી દઉં ગાલમાં. યમુના જળમાં.....

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે , કરમાં કંકણ વા'લમા.
કાનોમાં કુંડળ કંઠે માળા , ચોરે ચીતડું ધ્યાનમાં. યમુના જળમાં.....

મોર મુગટ માથે પહેરાવું , મોરલી આપું હાથમાં.
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા , વારી જાઉં તારા વ્હાલમાં. યમુના જળમાં.....Post a Comment

Previous Post Next Post