Gujarati Mitra

ગુજરાત મિત્ર (gujaratimitra.in) પર તમારું સ્વાગત છે. આ પ્લેટફોર્મ પર તમને ગુજરાત અને કેન્દ્ર સરકારની નવી યોજનાઓ, પર્સનલ ફાઇનાન્સ (SIP, મ્યુચ્યુઅલ ફંડ, હોમ લોન, પોસ્ટ ઓફિસ સ્કીમ્સ), અને રિયલ એસ્ટેટ રોકાણ વિશે સચોટ માહિતી મળશે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ (PSI, CCE) માટે સ્ટડી મટીરીયલ અને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા પ્રાચીન ભજન, લોકગીતો અને સાહિત્યનો સંગ્રહ પણ અહીં ઉપલબ્ધ છે. રોજિંદા જીવનમાં ઉપયોગી, આર્થિક અને શૈક્ષણિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now

18 સપ્ટે, 2022

chando ugyo chokma ghayal lyrics in gujarati

  Gujarati Mitra       18 સપ્ટે, 2022

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ Lyrics

chando ugyo chokma ghayal lyrics in gujarati

chando ugyo chokma ghayal | chando ugyo chokma ghayal gujarati geet | chando ugyo chokma ghayal Maniraj Barot 

Video source : RDC Gujarati (YouTube channel)

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ Gujarati Lyrics | chando ugyo chokma ghayal

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં 
હે લહેરીડા, હરણ્યું આથમી રે હાલાર દેશમાં રે અરજણિયા 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં.... 

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી 
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી 
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે 
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે 
હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં 
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં 
હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....

પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડ મા 
પાવો તું વગાડ મા ઘાયલ, પાવો તું વગાડ મા 
હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વીંધાય રે અરજણિયા 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં ....

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે 
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે 
હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા 
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં....
logoblog

Thanks for reading chando ugyo chokma ghayal lyrics in gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for comment ! we will replay shortly.