Ghar Soaps Sandalwood & Saffron Magic Bar

Ghar Soaps Sandalwood & Saffron Magic Bar (300 Gms Pack Of 3)

Paraben Free | Chandan & Kesar Bath Soap | Handmade Soaps For Glowing & Skin Brightening For Men & Women.

Buy on Amazon
Tresemme Keratin Smooth Shampoo

Tresemme Keratin Smooth Shampoo

With Keratin And Argan Oil For Smoother And Shinier Hair.

Buy on Amazon

Charan kanya lyrics in Gujarati

Charan Kanya Lyrics Zaverchand Meghani , ઝવેરચંદ મેઘાણી ચારણ કન્યા lyrics , charan kanya lyrics in gujarati pdf , સાવજ ગરજે

Charan kanya lyrics in Gujarati


Charan Kanya Lyrics - Zaverchand Meghani । charan kanya lyrics । zaverchand meghani charan kanya lyrics । chaud varas ni charan kanya lyrics । charan kanya lyrics in gujarati । charan kanya lyrics in gujarati pdf

 
Charan kanya lyrics in Gujarati


ઝવેરચંદ મેઘાણી ચારણ કન્યા lyrics


ગુજરાતી લોક સાહિત્યાકાર અને સૌરાષ્ટ્રની રસધારનો રસ ગુજરાતનાં શીમાડા સુંધી લોકોને પિરસનાર એવાં રાષ્ટ્રિય  શાયર ઝવેરચંદ મેઘાણી એક સમયે , દુલાભાયા કાગ સાથે ગીરના જંગલોમાં સાહિત્યની ખોજમાં ફરતા ફરતા તુલસીશ્યામ નજીક એક ચારણોના નેસ (એક ગામ કરતાં નાનું લોકોના સમુહની વસાહત) પાસે પહોંચ્યા ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. આ બનેલ ઘટનાનું વર્ણન ઝવેરચંદ મેઘાણી રચિત કવિતા ચારણ કન્યામાં પોતાનાં દેખીતા ચલચિત્રો વડે કલમ લખી છે.


ચારણ કન્યા કવિતા


ચારણ-કન્યા કવિતા ઝવેરચંદ મેઘાણી

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે ! 

વાડામાં વાછડલાં કાંપે 
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે 
ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે 

આંખ ઝબૂકે ! 

કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે 
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચા ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ—કન્યા !

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા 
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા 
જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

આ એક અદ્દ્ભુત રચનાં છે દરેક ગુજરાતી લોકોનાં હદય-સ્પર્શી કવિતાં છે.

વધુ ગુજરાતી ગીતોની lyrics જોવાં માટે અહિં ક્લિક કરો : Click Here