ગુરુજીના નામની હો માળા છે ડોકમાં lyrics


Guruji na namni ho mala chhe dok ma lyrics

Guruji na namni ho mala chhe dok ma

ગુરુજીના નામની હો ભજન-ધૂન lyrics | guruji na namni ho lyrics in gujarati


ગુરુજીના નામની હો , માળા છે ડોકમાં
નારાયણ નામની હો , માળા છે ડોકમાં

જુઠુ બોલાય નહી , ખોટુ લેવાય નહી
અવળુ ચલાય નહી હો , માળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહી , પરને નિંદાય નહી
કોઇને દુભવાય નહીં હો , માળા છે ડોકમાં

પરને પીડાય નહી , હું પદ ધરાય નહી
પાપને પોષાય નહી હો , માળા છે ડોકમાં

ધન સંધરાય નહી, એકલા ખવાય નહી
ભેદ રખાય નહી હો , માળા છે ડોકમાં

સુખમાં છલકાય નહિ દુઃખમાં રડાય નહિ
ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોકમાં

બોલ્યું બદલાય નહિ ટેક તજાય નહિ
બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહી
હે નારાયણ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં