varsad na 12 prakar ni mahiti
વરસાદના 12 પ્રકારો અને તેની માહિતી, બારે મેઘ ખાંગા,
varsad na 12 prakar ni mahiti
વરસાદના 12 પ્રકારો અને તેની માહિતી
varsad na 12 prakar ni mahiti
વરસાદને બારે મેંઘ ખાંગા .. તેમ શા માટે કહેવામાં આવે છે ?
ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે. તેના ઉપરથી કહેવત પણ બનેલ છે : બારે મેઘ ખાંગા.....
વરસાદના ૧૨ પ્રકાર.
૧. ફરફર વરસાદ : જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટા વરસાદ : ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરા વરસાદ : છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરા વરસાદ : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫.પછેડીવા વરસાદ : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધાર વરસાદ : છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહ વરસાદ : મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધાર વરસાદ : એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધાર વરસાદ : અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગ વરસાદ : વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહ વરસાદ : ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલી વરસાદ : ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.
(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

વાર્તાલાપમાં જોડાઓ