Join Telegram Channel Join Now

Join Whatsapp Group Join Now


અમારું અજોડ સાહિત્ય સંગ્રહ
શ્રેષ્ઠ બોધ વાર્તાઓ લોકગીત સંગ્રહ
ગુજરાતી ભજન સંગ્રહ આરતી સંગ્રહ
ધૂન - કીર્તન - પ્રાથના ગરબા - નવરાત્રી સ્પેશીયલ
હીટ ગુજરાતી ગીતો સાહિત્ય / સુવિચાર


Mahabharat na patro no sandesh

મહાભારત ના પાત્રો

Mahabharat na patro no sandesh / મહાભારત વિશે માહિતી


મહાભારત મહાન અને વિશ્વનો સૌથી મોટા કાવ્ય કે કથા વિશે સૌ કોઈ સારી રીતે પરિચિત હોય છે, પણ તેમના ઘણા બધા પાત્રો જે આપણને થોડામાં વધુ શીખવી જાય જે કોઈપણ વ્યક્તિના જીવનમાં ઘણો પરિવર્તન લાવી શકે છે. તો ચાલો જોઈએ તેવા મહાન વ્યકિઓમાંથી આપણે શું શીખવા જેવું છે.

મહાભારત ના પાત્રો અને તેનો સંદેશ


સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો. - કૌરવો.

તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિધા, વરદાન, બધું જ નકામું થઈ જશે. - કર્ણ 

સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે, વિધાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે.- અન્વત્થામાં 

ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે, જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. - ભીષ્મપિતા.

સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે - દુર્યોધન 

અંધ વ્યક્તિ...અર્થાતઃ ..સ્વાર્થાધ, વિત્તાંઘ,મદાંઘ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ. નહીં તો તે સર્વનાશ નોતરશે. - ધૃતરાષ્ટ્ર

વિધાની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજ્યી થશો. - અર્જુન

બધા સમયે- બધી બાબતોમાં છળકપટથી તમે બધે, બધી બાબતમાં, દરેક વખત સફળ નહીં થાવ. - શકુનિ, 

જો તમે નીતિ- ધર્મ-કર્મ સફળતા પૂર્વક નિભાવશો તો... વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. - યુધિષ્ઠિર


આ પણ વાંચો જેમાં એક અજ્ઞાત લેખક દ્વારા મહાભારત સંબધિત થોડામાં ઘણો સાર કહ્યો છે  જેના શબ્દો છે - શું માથાકૂટ છે ? 


જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે.
– કૃષ્ણ.

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે.
– ભીષ્મ

સમજણની નજરેથીયે ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે.
– ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને..
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે.
– ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.
– કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે.
– સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.
– દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે.
- ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે.
– કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે.
– અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં..
બસ ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે.
– એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે.
– અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે.
– શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે.
– દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે.
– દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે.
- અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે?
સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે.
- યુધિષ્ઠિર

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથા-કથામાં
ઓતપ્રોત થઇ ઉંડે ને ઉંડે વિચર્યાની માથાકૂટ છે.
- વેદવ્યાસ

મહાભારત ના પાત્રો અને તેનો સંદેશ

Post a Comment

Previous Post Next Post