Gujarati motivational story
બોધદાયક વાર્તા અને પ્રેરણાદાયક વાર્તા
વિશ્વની શ્રેષ્ઠ પ્રેરણાત્મક વાર્તા
- દેડકાની હરીફાઈ
- નિષ્ણાત વ્યક્તિત્વનું મહત્વ
- માણસનું વ્યક્તિત્વ
- સંઘર્ષ વિના સફળતા નહીં !
- ભણતર અને ભાવનું મહત્વ
- એક ચપટી પ્રેમ
- શબ્દોનાં ઘા
- આંધળો દોરે આંધળાને.
- સંઘર્ષ વિના સફળતા નહીં !
- દુઃખ વેચવાથી અડધું થાય છે.
- પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો
- શિષ્યએ ગુરુને કહ્યુ – મને ભગવાનના દર્શન કરવા છે
આ પણ એક વાર જરૂર વાંચજો
1. દેડકાની હરીફાઈ
- " આ રેસ જીતવી શક્ય જ નથી."
- " થાંભલો એટલો ચીકણો થઇ ગયો છે કે ટોચ પર કોઇ નહી પહોંચી શકે "
- " જો થોડે ઉંચે જઇને નીચે પડશે તો તો રામ રમી જાશે "
ભાગ લેનારા દેડકાઓ આ સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળીને થોડાએ તો રેસમાં ભાગ લેવાનું માંડી જ વાળ્યું. જેઁમણે ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચઢ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા. એકત્ર થયેલા દેડકાઓ સહીતના બધાજ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુવો અમે કહેતા જ હતા કે આ શક્ય નથી તો પણ ચડ્યા તો પડ્યાને હેઠા. કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચઢ્વાનું માંડી વાળ્યું.
એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતા ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો. એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા. પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતા એણે ચાલું રાખેલા પ્રયાસોના કારણે એ થાંભલાની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો.
જ્યારે એને શિલ્ડ આપવામાં આવ્યુ ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી પત્રકારોએ એની માને પુછ્યુ કે વારંવાર નિષ્ફળ જવા છતા એ ઉપર ચડવાના પ્રયાસ કરતો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતા એ કેમ કોઇની વાત માનતો નહોતો ? દેડકાની માં એ હસતા હસતા કહ્યુ કે એ ક્યાંથી કોઇનું માને કારણકે એ તો બેરો છે એને કંઇ સંભળાતું જ નથી.
બોધ : મિત્રો, કોઇ કાર્ય હાથમાં લઇએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઇશું પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઇનું કંઇ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.
2. નિષ્ણાત વ્યક્તિત્વનું મહત્વ
એક બહુ મોટી કંપનીના ઉત્પાદન વિભાગમાં કાર્યરત એક મશીન કોઇ ટેકનિકલ ખામીને કારણે બંધ થઇ ગયુ. મશીન બંધ થવાના કારણે કંપનીનું ઉત્પાદન કાર્ય અટકી ગયુ જેના પરિણામે કંપનીને દર કલાકે ખુબ મોટુ નુકસાન થવા લાગ્યુ. કંપનીની નિષ્ણાંત ઇજનેરોની ટીમ કામે વળગી પણ કોઇ રીતે આ મશીન ચાલુ થતું ન હતું.
કંપનીના સંચાલકોએ નુકસાન અટકાવવા માટે એક ટેકનિકલ સલાહકારની મદદ લેવાનું નક્કી કર્યુ. ટેકનિકલ સલાહકારને કંપની પર બોલાવવામાં આવ્યા અને બંધ પડેલુ મશીન એમને બતાવવામાં આવ્યું. ટેકનિકલ સલાહકારે ધ્યાનથી મશીનનું નિરિક્ષણ કર્યુ. એકાદ-બે વખત મશીનને ચાલુ-બંધ કરાવ્યુ અને પછી એક નાની હથોડી મંગાવી. હથોડી આવી એટલે એ હાથમાં લઇને મશીનના એક ખાસ ભાગ પર હથોડીનો હળવો ઘા માર્યો અને પછી મશીન ચાલુ કરવાનું કહ્યુ. બધાના આશ્વર્ય વચ્ચે મશીન ચાલુ થઇ ગયુ.
બીજા દિવસે ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી એમની ફી નું બીલ આવ્યુ. બીલ જોઇને સંચાલકો સહિત બધાને આશ્વર્ય થયુ કારણકે માત્ર એક હથોડી મારવાનું બીલ 1000 ડોલર મોકલવામાં આવ્યુ હતું. કંપનીએ સામો પત્ર લખ્યો અને પુછાવ્યુ કે માત્ર હથોડીનો એક ટપોરો મારવાની ફી આટલી મોટી કેમ ?
ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી જવાબ આવ્યો “ હથોડીનો ટપોરો મારવાની ફી તો માત્ર એક ડોલર જ છે ટપોરો મારવાનું કામ તો કોઇ મજૂર પણ કરી શકતો હતો પરંતું એ એક ટપોરો ક્યાં મારવો એ નક્કી કરવાની ફી 999 ડોલર છે.”
વિશ્વમાં ગમે તેવી મંદી ભલે હોય તો પણ નિષ્ણાંતોની કાયમ તંગી જ રહેવાની છે. જે ક્ષેત્રમાં હોઇએ એ ક્ષેત્રમાં નિષ્ણાંત બનીએ તો એક ડોલર વાળુ કામ કરવાની જરુર નહી પડે 999 ડોલર વાળુ કામ કરાવવા જગત સામે ચાલીને આપણી પાસે આવશે.
3. માણસનું વ્યક્તિત્વ
સ્વામી રામતિર્થ એકવાર જાપાન ગયા. ત્યાં જાપાનના સમ્રાટનો બાગ જોવા માટે ગયા ત્યારે એમને આશ્વર્ય થયુ કે 100 વર્ષ જુના વૃક્ષોની ઉંચાઇ માંડ થોડા ફુટની જ હતી. રામતિર્થ વિચારવા લાગ્યા કે આવું કેમ બને 100 વર્ષ જુનુ પુરાણું વૃક્ષ તો કેવુ મહાકાય હોય! આ તો કદમાં સાવ નાના છોડ જેવા જ લાગે છે.
સ્વામીજીએ કુતુહલવશ આ વાત માળીને પુછી કે આ વૃક્ષો આટલા જુના હોવા છતા એની ઉંચાઇ કેમ સાવ ઓછી છે ? માળીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એ હસવા લાગ્યો અને એણે પ્રતિઉતરમાં કહ્યુ કે મને એવુ લાગે છે કે આપને વૃક્ષોની બાબતમાં કોઇ વિશેષ જ્ઞાન નથી.
આગળ બોલતા માળીએ સમજાવ્યુ કે આપ માત્ર વૃક્ષને જુવો છો જ્યારે અમે તો એ વૃક્ષના મુળને જોઇએ છીએ. અમે મુળને વધવા જ નથી દેતા. સતત મુળને નીચીથી કાપ્યા કરીએ છીએ. અને મુળ કપાવાને કારણે વૃક્ષો ઉપર વધી શકતા નથી.
મુળ જેટલા ઉંડા જાય વૃક્ષ એટલુ મોટું થાય આમ વાસ્તવમાં વૃક્ષોનો પ્રાણ ઉપર નહી જમીનની નીચે રહેલા મુળમાં હોય છે.
આપણા બધાની પણ આ જ હાલત છે આપણને લોકોનું બાહ્ય વ્યક્તિત્વ અને આચરણ દેખાય છે પરંતું તેના વિચારો દેખાતા નથી. વાસ્તવમાં એના આચરણના મુળ એના વિચારમાં જ હોય છે. આપણે આપણા સદવિચારો પર એવો કુઠારાઘાત કર્યો છે કે જીવનવૃક્ષ સાવ સંકોચાઇને નાના છોડ જેવું બની ગયુ છે.
4. સંઘર્ષ વિના સફળતા નહીં !
જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.
શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી. માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે.
5. ભણતર અને ભાવનું મહત્વ
6. એક ચપટી પ્રેમ
રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.
એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.
રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી… કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.
7. શબ્દોનાં ઘા
એક છોકરો હતો જેની ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ, વાતવાતમાં ગુસ્સે થઈ જાય, તોડ-ફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરાડા પાડવા માંડે, કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. માબાપ બિચારા હેરાન-પરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. પેલા છોકરામાં કોઈ જાતનો ફરક જ નહીં !
તેનાથી કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું ! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની વંડીની દીવાલમાં એક ખીલો ઠોકવો.
પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં.
એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’
બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’ બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું.
જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.
તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો.
તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે.
8. આંધળો દોરે આંધળાને.
એક જાણીતા ધનવાન સમાજસેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા. ત્યાં રોક્કળ કરતો એક ધોબી નીકળ્યો. એ મોટે મોટેથી રડીને કલ્પાંત કરતો હતો. સમાજસેવકે પૂછ્યું, “શું થયું ભાઈ! કેમ આવું કાળું કલ્પાંત કરે છે?” ધોબી ઊભો રહ્યો અને રડતાં રડતાં જ બોલ્યો, “ગંધર્વસેનનું મૃત્યું થયું છે.” ધનવાને પૂછ્યું “કોણ ગંધર્વસેન..?”
ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, “ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું.” રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.
બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્યાં સામે રાજ્યના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછ્યું. સમાજસેવકે જણાવ્યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્યું છે તો તેમણે પણ તેમનું અનુસરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્યું.
પોલીસવડાનું માથું બોડાવેલું જોઈને રાજાએ ગંભીરતાથી પૂછ્યું, “કોનું અવસાન થયું છે?” પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્યું, “મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.” રાજાએ તરત રાજ્યમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો હુકમ કર્યો. રાણીવાસમાંથી મહારાણી બહાર આવ્યા. તેમણે બધે શોકનું સામ્રાજ્ય જોયું. મહેલનો ધ્વજ અડધી કાઠીએ ફરકતો જોયો. તેમણે રાજાને પૂછ્યું, “મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે..?” મહારાજે કહ્યું, “મહાન પૂજ્ય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે.”
મહારાણી એ પૂછ્યું, “ગંધર્વસેન કોણ હતા..? ક્યા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?” રાજાને ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછ્યું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, “એ તો સમાજસેવકશ્રી જાણે.” સમાજસેવકને બોલાવ્યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્યો. ધોબીએ આવીને કહ્યું, “મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા-લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્પાંત કરતો હતો.”
જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે.
9. સંઘર્ષ વિના સફળતા નહીં !
જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આ...વવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.
શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી. માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે.
10. દુઃખ વેચવાથી અડધું થાય છે.
11. પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો
12. શિષ્યએ ગુરુને કહ્યુ – ભગવાનના દર્શન કરવા છે
એક પ્રસિદ્ધ ગુરુ પોતાના શિષ્યોની સાથે આશ્રમમાં રહેતા હતા . તેમાંથી એક શિષ્ય ઈશ્વરને મેળવવા ઈચ્છતો હતો. તે જાણતો હતો કે ગુરુના જ્ઞાન વિના આ શક્ય નથી. એક દિવસ તે શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને બોલ્યો કે હું ઈશ્વરના દર્શન કરવા ઈચ્છુ છું. ગુરુએ તે યુવકની તરફ જોયું , એક શબ્દ પણ ન બોલ્યા અને હસવા લાગ્યા. તે શિષ્ય દરરોજ પોતાના ગુરુ પાસે આવતો અને આ વાત કહેતો.
એક દિવસ જ્યારે તે શિષ્ય ફરી પોતાના ગુરુ પાસે ગયો તો ગુરુએ તેને પોતાની સાથે નદી લઈને ગયા અને કહ્યુ કે આ નદીમાં સ્નાન કર. હું તને ઈશ્વરના દર્શન કરાવું છું. ગુરુની વાત સાંભળીને શિષ્ય ખૂબ પ્રસન્ન થયો અને નદીમાં સ્નાન કરવા લાગ્યો.
જ્યારે તે શિષ્ય સ્નાન કરી રહ્યો હતો ત્યારે ગુરુએ પાછળ જઈને તેનું માથું પાણીમાં ડુબાવી દીધુ . શિષ્ય બહાર આવવા માટે તડપવા લાગ્યો . થોડી વાર પછી ગુરુએ તેને પાણીની બહાર કાઢ્યો . શિષ્ય પોતાના ગુરુ ઉપર ખૂબ નારાજ થયો અને તેનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે ગુરુએ શિષ્યને પૂછ્યું કે જ્યારે તું પાણીની અંદર હતો , ત્યારે તારી એકમાત્ર ઈચ્છા શું હતી ? શિષ્યએ જવાબ આપ્યો , માત્ર એક શ્વાસ.
ત્યારે ગુરુએ કહ્યુ શું તારી ઈશ્વરને મેળવવાની ઈચ્છા પણ આટલી જ તીવ્ર છે જો હા તો તે એક ક્ષણમાં જ મળી જશે. જ્યાં સુધી તારા મનમાં ઈશ્વરને મેળવવાની ઈચ્છા આટલી તીવ્ર નહીં હોય ત્યાં સુધી તે તને નહીં મળી શકે.
બોધ : જો આપણે જીવનમાં કંઈક મેળવવા ઈચ્છીએ છીએ તો આપણે બધુ જ ભૂલીને માત્ર પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોવું જોઈએ . ત્યારે આપણે તેને પ્રાપ્ત કરી શકીશું . લક્ષ્ય પ્રાપ્ત કરવું આપણાં માટે જીવન - મરણના સમાન હોવું જોઈએ.