Gujarati Mitra

ગુજરાત મિત્ર (gujaratimitra.in) પર તમારું સ્વાગત છે. આ પ્લેટફોર્મ પર તમને ગુજરાત અને કેન્દ્ર સરકારની નવી યોજનાઓ, પર્સનલ ફાઇનાન્સ (SIP, મ્યુચ્યુઅલ ફંડ, હોમ લોન, પોસ્ટ ઓફિસ સ્કીમ્સ), અને રિયલ એસ્ટેટ રોકાણ વિશે સચોટ માહિતી મળશે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ (PSI, CCE) માટે સ્ટડી મટીરીયલ અને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા પ્રાચીન ભજન, લોકગીતો અને સાહિત્યનો સંગ્રહ પણ અહીં ઉપલબ્ધ છે. રોજિંદા જીવનમાં ઉપયોગી, આર્થિક અને શૈક્ષણિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.



Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


14 જાન્યુ, 2024

PM vishwakarma yojana in gujarati

  Gujarati Mitra       14 જાન્યુ, 2024

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો મુખ્ય હેતુ ?


પોતાના વરસાગત પેઢી દર પેઢી કામ કરતાં કારીગરો જેવા કે કડિયા કામ, સુથાર કામ , લુહાર કામ,સોની, વાળંદ કામ, કુંભાર કામ વગેરે કાર્યો સાથે જોડાયેલ કારીગરો માટે સરકાર શ્રી દ્વારા મહત્વપુર્ણ યોજના બહાર પાડવામાં આવી છે, સરકારે આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના રાખ્યું છે, જે અંતર્ગત વિશ્વકર્મા સમુદાય હેઠળ આવતી લગભગ 125+ જાતિઓને સમાવેશ કરવામાં આવ્યો છે.

PM vishwakarma yojana in gujarati



પારંપરીક શિલ્પકારો અને કારીગરોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના એટલે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો ચાલો અપણે આ યોજના વિશે સમ્પુર્ણ માહીતિ મેળવીયે.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના મુખ્ય હેતુઓ

  • ૧૩ હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ
  • ૧૮ પારંપરીક વ્યવસાયો સામેલ
  • શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા મળશે.
  • પ્રથમ તબક્કામાં ૧ લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કમાં ર લાખ રૂપિયા સુધીની મદદ માત્ર પ% ટકાના દર પર
  • યોજના અંતગત કૌશલ વિકાસ પ્રશિક્ષણ, ટુલકીટ લાભ, ડિજીટલ લેવડ દેવડ પર ઈન્સેટીવ અને માર્કેટીંગ સપોર્ટ મળી રહેશે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થી

  1. સુથારી કામ
  2. નાવ (હોડી) બનાવવાનું કામ કરનાર
  3. અસ્ત્ર બનાવનાર
  4. લુહાર
  5. તાળુ બનાવનાર
  6. હથોડા અને ટુલકીટ બનાવનાર
  7. સોનાર (સોની)
  8. કુંભાર
  9. મૂર્તિકાર/પથ્થર કોતરણીકાર
  10. મોચીકામ
  11. કડિયાકામ
  12. ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર
  13. પારંપરીક ઢીંગલી અને રમકડાં બનાવનાર
  14. નાયી (વાળંદ)
  15. માળાઓ બનાવનાર
  16. ધોબી
  17. દરજી
  18. માછલીની જાળ બનાવવાનું કામ કરનાર

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ.


- આધારકાર્ડ - પાનકાર્ડ - રેશનકાર્ડ
- આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
- સેવિંગ બેંક ખાતાની વિગત
- પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ

    નોંધ  : પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે.

યોજના વિશે વધુ માહિતી મેળવવા તથા ફોર્મ ભરવા માટે નજીકના C.S.C સેન્ટરની મુલાકાત લ્યો.


logoblog

Thanks for reading PM vishwakarma yojana in gujarati

Previous
« Prev Post

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thanks for comment ! we will replay shortly.