jagat ma janam denari lyrics

jagat ma janam denari lyrics , jagat ma janam denari bhajan gujarati , જગતમાં જન્મ દેનારી રે ભજન lyrics , જગતમાં જનમ દેનારી રે મારી માતાની તોલે

જગતમાં જન્મ દેનારી રે ભજન lyrics


JAGAT MA JANAM DENARI RE MARI MAATA NE TOLE KOI NA AAWE

Jagat Ma Janam Denari Mari Mata Ni Tole Koi Na Aave gujarati bhajan lyrics in gujarati

જગતમાં જનમ દેનારી રે ભજન 


જગતમાં જનમ દેનારી રે મારી માતાની તોલે કોઈ નાવે
જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખ્ખા લાડ લડાવે...

આ અવનીમાં જુઓ ઓરમાન માતા રામને વન મોકલાવે
પાંચ વરસના બાળક ધ્રુવ ને કડવા વેણ સંભળાવે...મારી

હોટલમાં ને લોજમાં જુઓ બાંકડે બિલ મોકલાવે
માતા મારી કાળી મજૂરી કરી મને ખોળે બેસાડી ખવડાવે...મારી

મોટર બસ ને બલુનમાં પણ પૈસા પ્રથમ પડાવે
કેડ માં બેસાડી જનેતા મારી મને શ્રુષ્ટિ ની સફર કરાવે...મારી

સિનેમા તો મહા સેતાની ખિસ્સા ખાલી કરાવે
પણ ગાંડી ઘેલી મૈયા મારી ગીત મધુરા જોને ગાવે...મારી

મન મારું જાય માને મંદિરીએ નિત નવા ભોગ ધરાવે
પૈસા વિનાનો પરસાદ માંગુ તો મને ધક્કા મારી ધમકાવે...મારી

રામાયણ ને ગીતામૈયા જેવા ના પાઠ સમજાવે
યાદ કરું જો ઉપકાર માતાના મારે આંખે આંસુડા પડાવે...મારી

એક માતા જનમ દેનારી બીજી ધરતી માતા કહાવે
પુરુષોત્તમ કહે અંતે સૌ ને મીઠી ગોદ મા સમાવે...મારી


Download pdf file : Click Here

ભજન સંગ્રહ :  Click Here
લોકગીત સંગ્રહ : Click Here
આરતી સંગ્ર્હ : Click Here

Video source : Sangeeta Bhakti Sagar (YT channel)