IPO એટલે શું ?
IPO ફુલ નામ : પ્રારંભિક જાહેર ઓફર (Initial Public Offering).
What is IPO in Gujarati ?
જ્યારે પણ કોઈ ખાનગી કંપની પહેલીવાર જાહેરમાં તેના શેર વેચવા માટે બહાર પાડે છે, ત્યારે તેને IPO કહેવામાં આવે છે. IPO દ્વારા કંપનીઓને નવું મૂડી ભંડોળ મેળવવાની તક મળે છે, અને સામાન્ય લોકો માટે કંપનીના શેરમાં રોકાણ કરવાની તક મળે છે.
IPO એટલે Initial Public Offering (પ્રારંભિક જાહેર ઇશ્યૂ). IPO એ એવી પ્રક્રિયા છે, જેમાં કોઈ ખાનગી કંપની પ્રથમ વખત જાહેરપણે શેર વેચવા માટે સ્ટોક માર્કેટમાં રજિસ્ટર થાય છે. IPO દ્વારા, કંપની બજારમાંથી મૂડી (ફંડ) એકત્રિત કરે છે અને જેનો ઉપયોગ કંપનીના વિસ્તરણ, ડેટ (કરજ) ચુકવણી, અથવા અન્ય કાર્યો માટે કરવામાં આવે છે.
IPO થયા પછી, કંપનીના શેર બજારમાં જાહેરમાં લિસ્ટ થાય છે, અને લોકો આ શેર ખરીદી શકે છે. IPO એટલે ટૂકમાં કોઈ ખાનગી કંપનીને જાહેર (પબ્લિક) કંપનીમાં પરિવર્તિત કરવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા.
IPO પ્રક્રિયા કેટલા દિવસ ચાલે છે ?
સામાન્ય રિતે IPO માં લોકો માટે IPO ભરવાથી લઇને લિસ્ટિગં સુંધીની પ્રકિયા 5 થી 7 દિવસ ચાલે છે. ત્યારબાદ દે બજારમાં એક સામન્ય શેર જેમ દરેક લોકો માટે ખુલ્લા મુકવામાં આવે છે.
IPO ભરતાં સમયે કઇ બબતોની કાળજી રાખવી જોઇયે ?
સામન્ય રિતે IPO ક્યો ભરવો ? તેવો દરેક વ્યક્તિને પ્રશ્ન થતો હોય છે તો ચાલો જાણિયે તે સામન્ય બાબતો જે IPO ભરતી સમયે ધ્યાને લેવી અવશ્યક છે.
નોંધ : શેર માર્કેટ જોખમીભર છે માટે રોકાણ કરતં પહેલા એક વાર જરૂરથી ચંચય કરો.
- બજારમાં આવેલ IPO ની કંપની વિશે સમ્પુર્ણ મહિતી મેળવી લેવી જોઇયે.
- IPO Allotment પાછળ IPO કેટલાં ટાઇમ ભરાણો તેનાં પર નિર્ભર કરે છે.
- IPO નાં GMP પર અંદાજિત ખ્યાલ આવે કે પ્રોફિટ કેટ્લો થશે.
Tags:
NEWS