સહદેવ જોશી ની આગમવાણી
સહદેવ જોશી ની આગમવાણી કે જેમણે કહેલા વેણ વર્તમાનમાં સાચા પડે છે. તો આ શબ્દો પદ સ્વરુપે ચાલો જોઇએ.

સહદેવ જોશી ની આગમવાણી । Sahdev Joshi Ni Agamvani
કહે સહદેવ અમે નહિ રહીયે પાંડવો
એસા કલિયુગ આયેગા ,
જે ઠેકાણે મારા હંસલા બેઠતા
બગલા આસન વાળેગા ,
સતીનારી ની લજ્જા લોપાસે
ગુણીકા ઘૂંઘટ તાંણેગી ...કહે સહદેવ
સોનાની થાળી માં બ્રાહ્મણ જમતા
એ તો દીધા દાન નો લેતા ,
આજ ના બ્રાહ્મણ ઘેર ઘેર ભટકે
ભિક્ષા માંગી લાયેગા ...કહે સહદેવ
બ્રાહ્મણ વાણીયા ચોરીયુ કરશે
બાવા દુકાનું માંડેગા ,
સાગા રે ભાઈ નું સારું દેખી ને
આંખે અંગારા આયેગા ...કહે સહદેવ
સાળો આવે તો સારું લગાડે
ભાઈ આવે તો ઘર વેરીલા ,
બેન,ભાણેજ તો કછુ ના પાવે
સાળી સાડલો લય જાવેગી ...કહે સહદેવ
બ્રાહ્મણ ઘેર તો અજિયા દુજે
ધોબી ઘેર ગાવલડી ,
નીચ ને ઘેર તો તુલસી નો ક્યારો
ઉચ્ચ વરણ વહા જાયેગા ...કહે સહદેવ
પુત્ર પિતા નું કહ્યું ના માને
પુત્ર પરણાવી ઘર આયેગા ,
પરણિયા પછી પાંચમે દાહડે
પિયા ને વચને ચાલેગા ...કહે સહદેવ
દીકરી ના પૈસે બાપ પરણશે
એસા કલિયુગ આયેગા ,
વડ પીપળ ને બેવડા રૂખડા
મૂળ સે મૂળ ખા જાયેગા ...કહે સહદેવ
પાંચ પાંડવો હસ્તિનાપુર થી
હિમાળે હાડ ગાળેગા ,
સહદેવ જોશી એ આગમ ભાખિયા
જીયેગા વો નર દેખેગા ...કહે સહદેવ
આગમવાણી એટ્લે કે કોઇ વિદ્વાન કે સાધુ સંતનાં મુખેથી કરવામાં આવેલ ભવિષ્યવાણી તે ઉંપરાંત તેમના કહેલા વેણ સાચા પડતાં હોય છે અને લોકોને તેમના પર સમ્પુણ વિશ્વાસ હોતો હોય છે.
Sahdev joshi agamvani in gujarati pdf : Download
Tags:
BHAJAN