આધારકાર્ડ સુધારવા માટે / આધારકાર્ડ અપડેટ / આધારકાર્ડ ઓનલાઇન સુધારા
તમે હવે તમારા આધારકાર્ડમાં આપલે માહિતી અપડેટ કરી શકો છો
નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને ભાષા
નોંધ : ફેમિલી / ગાર્ડિયન વિગતો અથવા બાયોમેટ્રિક અપડેટ જેવા અન્ય અપડેટ્સ માટે, રહેવાસીને આધાર સેવા કેન્દ્ર અથવા નોંધણી / અપડેટ સેન્ટરની મુલાકાત લેવી પડશે.
- આધાર કાર્ડમાં નામ સુધારવા માટે
- નામ અને ફોટો ધરાવતા દસ્તાવેજો,ઓળખના પુરાવા (POI) તરીકે માન્ય ગણાશે જેમ કે પાસપોર્ટ / પાન કાર્ડ / રેશન કાર્ડ (ફોટા સાથે) / ચુટણી કાર્ડ / કોઈપણ સરકારી ફોટો વાળું દસ્તાવેજ ફરજિયાત છે.
- બીજા અન્ય ક્યાં પુરાવા હોય તો સુધારો થઇ શકે : Click Here
- આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે
- આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે તમારે પાસે જન્મ તારીખનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર / પાસપોર્ટ / પાનકાર્ડ વગેરે સરકાર માન્ય દસ્તાવેજો દ્વારા તમે જાતે જ ઓનલાઇન સુધારો કરી શકો છો.
- આધાર કાર્ડ સરનામું ફેરફાર કરવા માટે
- આધાર કાર્ડ સરનામું ફેરફાર કે સુધારવા માટે ઉપર જણાવેલ કોઈપણ પુરાવો હોય તો આધારકાર્ડમાં સરનામું સુધારી શકો છો અથવા ઓનલાઇન આધાર વેલિડેશન લેટર મંગાવી પણ સુધારો કરી શકાય છે.
આપેલ તમામ સુધારા તમે જાતે ઓનલાઇન કરી શકો છો તે ઉપરાંત લિંગમાં સુધારો કરવો, ભાષામાં સુધારો પણ કરી શકો છો.
નોંધ : આ તમામ પ્રકારના સુધારા કરવા માટે તમારે નિયત નમૂના મુજબ સારી એક સ્કૅન કરીને કોપી અપલોડ કરવાની રહશે અને 50 રૂપિયા ઓનલાઇન ફી વસૂલવાની ફરજિયાત રહશે.
હવે આ તમામ પ્રકારનો સુધારો કરવા માટે તમારે આધાર સેવા વેબસાઇટ મુલાકાત લેવી પડશે.
વેબસાઇટ : https://uidai.gov.in/
આધારકાર્ડ સુધારવા માટે વેબસાઇટ : https://ssup.uidai.gov.in/ssup/#instructionDiv
Tags:
NEWS