આધારકાર્ડ ખોવાય ગયું છે ? / નવું આધાર કાર્ડ મંગાવવા માટે
આ એકસૌથી વધુ અને એક સામાન્ય પ્રશ્ન રોજ અવાર-નવાર પૂછાતો હોય છે. તો જો તમારું આધાર કાર્ડ ખોવાય ગયું છે તો તમારે બિલકૂલ ચિંતા કરવાની જરૂર નથી. તમે ખોવાય ગયેલ અથવા ફાટી ગયું કે ખરાબ થઈ ગયેલ આધારકાર્ડ તમારી ઈચ્છા મુજબ ફરીથી મંગાવી શકો છો. અથવા PDF ફાઇલમાં ઓનલાઇન મેળવી શકો છો અને તમારી પાસે મોબાઇલમાં અથવા પ્રિન્ટ કાઢીને રાખી શકો છો.
આધારકાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં ભારતીય વિશિષ્ટ ઓળખ સતા (યુઆઈડીએઆઈ) વેબસાઇટ ઉપર જઈને આધાર રિપ્રિન્ટ માટે રિક્વેસ્ટ કરી શકાય છે. આધાર રિપ્રિન્ટ સર્વિસ માટેનો ચાર્જ રૂપિયા 50 વસૂલવામાં આવશે. યુઝરના રજીસ્ટર એડ્રેસ ઉપર આધારની હાર્ડકોપી મોકલી દેવામાં આવે છે.
જો કોઇ યૂઝરનું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તેને https://resident.uidai.gov.in/order-reprint ની વેબસાઇટ ઉપરથી નવુ આધાર કાર્ડ મળી જશે. તો સાથે જ જે લોકોનો નંબર રજીસ્ટર નથી તે લોકો પણ બીજા નંબર ઉપરથી આધાર કાર્ડ પ્રિન્ટનો ઓર્ડર આપી શકશે. આધાર કાર્ડની પ્રિન્ટ માટે ચાર્જ 50 રૂપિયા છે.
નવા આધાર કાર્ડ (PVC)
વર્તમાનમાં આધારકાર્ડ માટે એક નવી સેવા લોન્ચ કરવામાં આવી છે જેમાં તમે હવે PVC આધારકાર્ડ મગાવી શકો છો જેમાં નીચે મુજબ લાક્ષણિતઓ છે.
PVC આધારકાર્ડ મંગવા માટે : https://residentpvc.uidai.gov.in/order-pvcreprint.php
યુઆઈડીએઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને 12 અંકોનો આધાર નંબર (યુઆઇડી) અથવા તો 16 અંકોનો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન(વિઆઈડી) નંબર દ્વારા આધાર રીપ્રિન્ટ રિક્વેસ્ટ કરી શકાશે.
આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા યુઆઈડીએઆઈ પોર્ટલ ઉપર લોગીન કરવું પડશે. યુઝરની ઓળખ વેરીફાઈ કર્યા બાદ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. રિપ્રિન્ટની વિનંતી બાદ તમારું આધાર કાર્ડ પાંચ થી 12 દિવસમાં પોસ્ટ દ્વારા મોકલી અપાશે. ડાક વિભાગ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા આધાર યુઝરના એડ્રેસ ઉપર ડિલિવરી કરી દેશે.