aabh ma jini jabuke lyrics in gujarati


આભમાં ઝીણી ઝબૂકે વીજળી lyrics

aabh ma jini jabuke lyrics in gujarati


આભમાં ઝીણી ઝબૂકે વીજળી | Gujarati lokgeet : aabh ma jini jabuke lyrics in gujarati



આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કે ઝીણા ઝરમર વરસે મેઘ.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !


ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! ...  આભમાં ઝીણી


ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે,
કે ભીંજાય મેડીની બેસતલ રાણી.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! ....  આભમાં ઝીણી


ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે,
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !.... આભમાં ઝીણી


ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે,
ભીંજાય પાતળિયો અસવાર.
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !.... આભમાં ઝીણી


તમને વાહલી દરબારી ચાકરી રે,
કે અમને વાહલો તમારો જીવ.
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! ... આભમાં ઝીણી


આભમાં ઝીણી ઝબૂકે વીજળી લોકગીત pdf : Download


આભમાં ઝીણી ઝબૂકે વીજળી ભીખુદાન ગઢવી

Video source : Bansidhar Live (Youtube channel)