Kavi Kag Bapu Duha lyrics vani ane kavita
કવિ કાગ બાપુ દુહા વાણી અને કવિતા
કવિ કાગ બાપુ નું સાહિત્ય - દુહા ગીત lyrics
1. શિખરો જ્યાં સર કરો...
આ રચનાં ગુજરાતના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી ( કવિ દાદ ની છે )
શિખરો જ્યાં સર કરો, તયા કીર્તિસ્તંભ ખોડી શકો,
પણ ગામને પાદર એક પાળિયો, એમને એમ ના ખોડી શકો.
ડરાવી ધમકાવી ઈન્સાનના, બે હાથને જોડવી શકો,
પણ ઓલા કેસરીના પંજાને, તમે એમ ના જોડવી શકો.
કહે દાદ આભમાંથી ખરે, એને છીપમાં જીલી શકો,
પણ ઓલ્યું આંખમાંથી ખરે, એને એમ ના જીલી શકો.
- કવિદાદ
કાળજા કેરો કટકો મારો Lyrics | kalja kero katko maro lyrics in Gujarati
કાળજા કેરો કટકો મારો,ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો.
છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો.
બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો.
આંબલી-પીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો,
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો.
ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો,
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો.
લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો.... કાળજા કેરો કટકો મારો......
3. મહાભારત વાવો ને ગીતા નીકળે
શબ્દ એક શોધો, ત્યાં સંહિતા નીકળે,
કુવો એક ખોદો, તો આખી સરિતા નીકળે.
જનક જેવા આવી હજુ જો હળ હાંકે,
તો આ ધરતી માંથી હજુ પણ સીતા નિકળે
હજુ ધબકે છે ક્યાક લક્ષ્મણ રેખા,
કે રાવણ જેવા ત્યાંથી બીતા નીકળે.
છે કાલીદાસ અને ભોજ ના ખંડેર,
જો જરીક ખોતરો તો કવિતા નીકળે.
છે કૃષ્ણ ની વાસળી ના એ કટકા,
કે હોઠે જો માંડો તો સુર-સરિતા નિકળે.
સાવ અલગ છે તાસીર આ ભૂમિ ની,
કે મહાભારત વાવો ને ગીતા નીકળે.
દત્ત જેવા જોગીની જો ફૂક લાગે તો,
હજુ ધૂંણા તપ નાં તપતા નીકળે.
દાદ આમતો નગર છે સાવ અજાણ્યું,
તોય કોક ખૂણે ઓળખીતા નીકળે અચૂક નીકળે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thanks for comment ! we will replay shortly.