જય આદ્યા શક્તિ આરતી lyrics

jai adhyashakti lyrics in Gujarati


Special Indian festival Navratri best Arati song is : Jay adhyashakti - Ma Ambe stuti Gujarati lyrics are given below.

aadhya shakti ni aarti

adhya shakti ni aarti


jai adhyashakti lyrics in Gujarati


જય આદ્યા શક્‍તિ : પ્રખ્યાત માતાજી ની આરતી જે ગુજરાતીઓ ગરબા રમતા પહેલા માતાજી ને આરતી અર્પિત કરે છે. જય આદ્યા શક્‍તિ મા ગીત નાં શબ્દો નીચે આપેલ છે.


ગુજરાતી ગરબા lyrics : Click Here

      ગુજરાતી સોંગ Lyrics ટેલીગ્રામ ચેનલ : Click Here  

    જય આદ્યા શક્‍તિ lyrics


    જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
    અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)
    બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
    દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)
    ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
    પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2) પંચે તત્‍વોમાં,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
    નર નારી ના રૂપે (2) વ્‍યાપ્‍યાં સર્વેમા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)
    ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
    સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
    નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
    કીધાં હર બ્રહ્મા મા 
    ઓમ જય હો જય હો મા જગદંબે

    દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
    રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)
    કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
    બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
    ત્‍હારા છે તુજ મા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
    બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
    ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
    સિંહ વાહિની માતા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
    વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,
    ગાઈ શુભ કવિતા,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
    સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
    મૈયા જમુના ને તીરે (2) 
    ઓમ જય હો જય હો મા જગદંબે

    ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
    સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
    મા દયા કરો ગૌરી, 
    ઓમ જય હો જય હો મા જગદંબે

    શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
    ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.
    હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
    મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્‍યો જ્‍યો
    ઓમ જય હો જય હો મા જગદંબે


    એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
    ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
    વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા
    ઓમ જય હો જય હો મા જગદંબે
      
    માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
    કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી,

    એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
    ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
    આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી

    એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
    ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
    ઓમ જય હો જય હો મા જગદંબે 

    એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
    ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
    ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
    ઓમ જય હો જય હો મા જગદંબે

    એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
    ભોળા ભવાની ને ભજતાં (2) ભવ સાગર તરશો,
    ઓમ જય હો જય હો મા જગદંબે.....
    ઓમ જય હો જય હો મા જગદંબે.....
    ઓમ જય હો જય હો મા જગદંબે.....


    jay aadhya shakti aarti lyrics in gujarati pdf

    જય આદ્યા શક્‍તિ lyrics in Gujarati pdf download link are given below you can be easily download this pdf file.

    jay adhya shakti lyrics in gujarati pdf download : Click Here