Join Gujarati Mitra Telegram group Join Telegram Channel Join Now

Join Gujarati Mitra Whatsapp Group Join Whatsapp Group Join Now


vaishnav jan to tene kahiye lyrics in gujarati

વૈષ્ણવ જન તો તેને કહિયે lyrics

vaishnav jan to tene kahiye lyrics in gujarati



વૈષ્ણવ જન તો તેને કહિયે - એક સરસ મજાનું ધૂન જે નરસિહ મેહતા દ્વાર રચિત અને ગાંધીજીનું પ્રિય ભજન છે જેના શબ્દો નીચે મુજબ છે.

વૈષ્ણવ જન તો તેને કહિયે lyrics



વૈષ્ણવ જન તો તેને કહિયે : vaishnav jan to tene kahiye lyrics in gujarati


વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ના આણે રે

સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે.....વૈષ્ણવ જન

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે.....વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે.....વૈષ્ણવ જન

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે.....વૈષ્ણવ જન


vaishnav jan to tene kahiye Gujarati pdf

વૈષ્ણવજન તો તેને રે કહીયે pdf : Download
Author Avatar

Written by Gujarati Mitra

Financial Analyst & Content Creator at Gujarati Mitra, dedicated to sharing updates on government schemes, SIPs, and real estate in Gujarat.

Join WhatsApp