શિબી રાજાનું ભજન lyrics

shibi raja nu bhajan lyrics


સીબીરાજા મહા સતવાદી | શિબી રાજા (રાજા શિબી)

shibi raja nu bhajan lyrics


શિબી રાજા નું ભજન | સીબીરાજા ના ભજન | Shibi Raja Bhajan


શિબી રાજા મહા સત્યવાદી , રહેતા અયોધ્યા માંય,
દેવસભામાં વાતું ચાલે , શિબી સમો નહી કોય,

ઇન્દ્ર કહે એનું પારખું લેવું , હારે નહી તો માગે તે દેવું
 ...(1)
અગ્નિ દેવને હોલો બનાવ્યો , ઇન્દ્ર પોતે બન્યાં છે બાજ,
આકાશ માર્ગે ઉડીને આવ્યા , શિબી રાજાની પાસ,

હોલો કહે રાજા ઉગારો , સામે આવે છે કાળ મારો ...(2)
ત્રણ ત્રણ દિવસથી ભાગતો ફરું છું , ભટક્યો બધુંય રણ,

ઉગરવાની આશા સાથે ,આવ્યો તમારે શરણ,
સત્યવાદી શરણે રાખો , નહીંતર મુખથી ના જ ભાખો
 ...(3)

શિબી રાજા હોલાને કહે છે , તમે સંતોષ રાખો વીર,
મોઢે માંગશે તે બાજને આપીશ , ધારણા રાખો ધીર,

હોલાને ખોળામાં લીધો , બાજને અટકાવી દિધો 
 ...(4)
શિબી રાજા બાજને કહે છે , શું છે તમારે આવું વેર,
હોલાને શરણે રાખ્યો , મનમાં લાવો મહેર,

તમારા દુઃખડા કાપું , મોઢે માંગો તે અનાજ આપું 
 ...(5)
અન્ન તો મારે જોતું નથી , એમ કહે છે બાજ,
હોલાને તમે છોડી દયો , નહીંતર પ્રાણનો કરશું ત્યાગ,

આંગણે મરશું તમારે , રાજન હત્યા લાગશે ત્યારે
 ...(6)
હોલો શિબી રાજાને કહે છે , સાંભળી લ્યો મારી વાત,
બાજ બધા છે કાળ મારા , કરશે મારો ધાત,

એનું કલંક તમને ચડશે , એ નરકે ભોગવવા પડશે 
 ...(7)
શિબી રાજા કહે છોડું નહી , ભલે થનાર હોય તે થાય,
તન મન અને ધન આપી દઉં , રાજ ભલે ને જાય,

હારું કેમ સત્યને માટે , રાખુ મારા શીરને સાટે 
 ...(8)
બાજ શિબી રાજાને કહે છે , એક બતાવું ઉપાય,

હોલા ભારો ભાર માંસ તમારૂં , તોળીને આપો રાય,
ત્યાં કાંટો ને ત્રાજવાં લાવ્યાં , દેવતાઓ જોવાને આવ્યાં 
 ...(9)

હોલાને એક છાબમાં મુક્યો , હાથમાં લીધી તલવાર,
પગની પીંડી કારી કરી , મુકી છાબ મોઝાર,

જેમ જેમ રાજા માંસ નાખે , હોલો છાબ હેઠી રાખે 
 ...(10)
શિબી રાજા માંથું કાપવા લાગ્યાં , વર્તાણો હાહાકાર,
ઇન્દ્રે આવી એના હાથ પકડ્યાં , વર્તાણો જય જય કાર,

ધન્ય ધન્ય સત્યવાદી , જે જોઇએ તે લ્યો માંગી 
 ...(11)
શિબી રાજા ઇન્દ્રને કહે છે , સાંભળી લ્યો મારી વાત,

આવા દુઃખ હવે પછી દેશો તો , કોણ ભજશે મહગારાજ,
આગળ આવે કળિયુગ ભારી , માનવી જાશે સત્યને હારી 
 ...(12)

ઇન્દ્ર રાજા કહે તથાસ્તુ , શિબી રાયે જોડ્યા હાથ,
ગુરૂના વચને પ્રભુના ચરણે , ધારસી ગુણને ગાય,
પ્રભુ જેની વારે આવ્યાં , દેવતાઓ એ મોતિડે વધાવ્યા ….. (13)