બીમા સખી યોજના
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એલઆઇસીની બીમા સખી યોજનાનો શુભારંભ કરાવ્યો
યોજના ની શરુઆત : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પાણીપતમાં મહિલા સશક્તીકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ જીવન વીમા નિગમની ‘બિમા સખી યોજના‘નો શુભારંભ કરાવ્યો હતો
બીમા સખી યોજનાનો ઉદ્દેશ : બે લાખ મહિલાઓને રોજગારી આપવાનો તથા બિમા સખીઓ વિમા જેવા સેકટરના વિસ્તારની જવાબદારી સમ્ભાલી પરિવારોને સામાજિક સુરક્ષાનું કવચ પુરુ પાડવું.
આ સાથે એલ.આઈ.સી ની 'વીમા સખી યોજના' પહેલ 18-70 વર્ષની વયની મહિલાઓને સશક્ત બનાવવા માટે બનાવવામાં આવી છે, જેઓ દસમા ધોરણમાં પાસ છે. તેઓ નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ અને સ્ટાઇપેન્ડ પ્રાપ્ત કરશે. તાલીમ પછી, તેઓ એલઆઈસી એજન્ટ્સ તરીકે સેવા આપી શકે છે અને સ્નાતક બીમા સખીઓને એલઆઈસીમાં વિકાસ અધિકારીની ભૂમિકા માટે વિચારણા કરવા માટે લાયક બનવાની તક મળશે.
આ યોજના હેઠળ મહિલાઓને LIC એજન્ટ બનવાની તાલીમ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દર મહિને 7 હજારથી 5 હજાર રૂપિયા પણ આપવામાં આવશે. આ ઉપરાંત પોલિસી મેળવવા પર કમિશન પણ આપવામાં આવશે
કોઈપણ ધોરણ-10 પાસ મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે. આ માટે વય મર્યાદા પણ રાખવામાં આવી છે. 18 વર્ષથી 70 વર્ષની વચ્ચેની કોઈપણ મહિલા આ યોજના માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે, તમે તમારી નજીકની શાખામાં જઈને માહિતી મેળવી શકો છો. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
Pradhanmantri bima sakhi yojana apply online official website
ઓનલાઈન અરજી કરવા અને વધુ માહિતી માટે : Click Here (official Website)
आज लाखों बेटियों को बीमा एजेंट...बीमा सखी बनाने का अभियान शुरु हो रहा है: PM @narendramodi pic.twitter.com/lgimI3qlEX
— PMO India (@PMOIndia) December 9, 2024
Tags:
YOJANA